ફળદ્રુપ જમીન
ફળદ્રુપ જમીન


નફરત વાવો તો ઝેર ઉગે,
પ્રેમ વાવો તો પ્યાર,
હળવું રાખો તો ફૂલ જેવુ,
અને બોજ રાખો તો ભાર.
હદયની ધરતી છે ફળદ્રુપ,
જેવું વાવો તેવું થાય છે તૈયાર,
હદયને મળે વાચા,
તો આંસુઓ આવે આંખોને દ્વાર.
હદયની વાત તો માત્ર,
સહદયી જ સમજી શકે યાર,
હદયના ભાવ વ્યક્ત કરવા,
શબ્દો છે વામણા, શબ્દો છે લાચાર.
હદયની ધરતી છે ફળદ્રુપ,
જેવું વાવો તેવું થાય છે તૈયાર,
હદય હોવું જોઇએ હનુમાન સમ,
ચીરો તો માત્ર પરવરદિગાર.