બેઠા છીએ
બેઠા છીએ
જીવન સાગર તરવા નાવ લઈને બેઠા છીએ,
દિશા સૂચન કરશે દીવાદાંડી એવી હામ લઈને બેઠા છીએ.
ભલે ને દોડાવી દોડાવીને થકવે આ જિંદગી,
અમે પણ ક્યાં અવ્વલ થવાની જીદ લઈને બેઠા છીએ !
સિંચી હતી જે કૂંપળને પ્રેમરૂપી લાગણી આપીને,
પાનખરમાં પણ એના વૃક્ષ થવાની આશ લઈને બેઠા છીએ.
હેસિયત તો એક તુટી ફૂટી ઝૂંપડીની પણ નથી,
ને સ્વપ્નમાં એક મહેલ બનાવવાની અભિલાષા લઈને બેઠા છીએ.
દોરી નથી જેના નામની લકીર ઈશ્વરે જ હાથમાં,
એને જ અમારી દુનિયાનો સરતાજ બનાવીને બેઠા છીએ.

