STORYMIRROR

Dhara Modi

Romance

4  

Dhara Modi

Romance

સાત જન્મનો સાથ

સાત જન્મનો સાથ

1 min
349

અગ્નિની સાક્ષીએ,

સપ્તપદીનાં સાત વચન લઈને,

સાત જન્મનો સાથ નિભાવવા આવીશ,


તારા જીવનમાં હું મન, વચન,

અને આત્માની લાગણીથી,

મેઘધનુષનાં રંગો ભરવા આવીશ,


તારા જીવનમાં હું,

આંગણાનો તુલસી ક્યારો થઈશ,

તારા જીવનમાં હું,

તારા મકાનને ઘર બનાવવાં આવીશ..


તારા જીવનમાં હું,

પ્રેમની ધારા બની અજવાળું કરવાં આવીશ,

તારા જીવનમાં હું,

તારા સપનાંની પાંખો બનવાં આવીશ.


તારા જીવનમાં હું,

હરેક દુઃખ -દર્દમાં તને સહારો થવા આવીશ,

તારા જીવનમાં હું તારી જીંદગીમાં રહેલાં,

બધાં જ વ્યક્તિઓને મારાં હદયમાં રાખીશ.


અપેક્ષા માંગું એટલી કે,

તું પણ મને તારા હદય માં હું 'ખાસ' હોવાનો અહેસાસ કરાવ,

અને મારાં આત્મસન્માનનું કવચ બન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance