લાગણી કેરો દરિયો
લાગણી કેરો દરિયો
ક્યારેક તું મારી સાથે હાથોમાં હાથ પકડીને ચાલ્યો હોત,
તારા સ્પર્શથી મારાં રોમેરોમમાં થતી લાગણીનો દરિયો દેખાંત,
ક્યારેક તું મારી આંખોમાં આંખ પરોવીને જોઈ હોત,
તારાં સૌદર્યનું રસપાન કરતાં મને જોત,
ક્યારેક તે મારી ખામોશીને જાણવાનો પ્રયત્ન કર્યો હોત,
તારી ખુશીમાં મારાં દર્દને પી જતાં જોત,
ક્યારેક તે મારાં સપનાંને આકાશ આપ્યું હોત,
તારાં સપનાંને પણ આપણાં કરી દેત,
ક્યારેક તે મને સવાલોની વર્ષા કરી એ પહેલાં તારા અંતરાત્માને પૂછ્યું હોત,
તો સવાલનાં સાચા જવાબ ત્યાંથી જ મળી જાત,
ક્યારેક તે મને તારા આલિંગનમાં વીંટાળી દીધી હોત,
હું બધું જ દર્દ ભૂલી તારાં પ્રેમનાં સાગરમાં ડૂબી જાત,
ક્યારેક તું મારી સાથે મનથી માધવ થઈને નાચ્યો હોત,
તો તને ખરેખર લાગણીનો દરિયો તારી રાધામાં દેખાંત....❣