STORYMIRROR

Dhara Modi

Inspirational

4  

Dhara Modi

Inspirational

જીવનરૂપી અમૃત...

જીવનરૂપી અમૃત...

1 min
233

લોકમાતા બની,

તારું જીવન અમોને અર્પી,

કોટિ-કોટિ વંદન તુજ ને.


પહાડોમાંથી છોલાયને,

ખળખળ ધારાની જેમ વહેતી જતી,

અવનવાં વળાંકો લઈને,

આનંદથી મહેંકી ઉઠતી.


મેહુલાનાં આગમનથી,

ખીલખીલાટ કરી મૂકતી,

મૌંન પ્રેવાહી બનીને, 

જીવનનો સાર દેતી.


ઊંડાણવાળી કે છીછરી બની, 

ગુન-ગુન ગીતડાઓનું ગુંજન કરતી,

સર્વેને મદદ કરીને,

પ્રકૃતિને જીવંત કરી દેતી.


સાગરને પામવાં માટે,

થનગનાટ કરી દેતી,

જીવસૃષ્ટિને અમૃત નીર અર્પી,

તૃપ્ત કરી પ્યાસ ઠારી દેતી.


અમુલ્ય ભેંટ છે ઈશ્વરની અમારી,  

તુજ વિનાં છે ધરા અધૂરી,

લોકમાતા બની,

તારું જીવન અમોને અર્પી,

કોટિ-કોટિ વંદન તુજ ને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational