Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhara Modi

Inspirational

3  

Dhara Modi

Inspirational

પ્રીતની ધારા

પ્રીતની ધારા

1 min
269


ક્યાં જરૂર છે પ્રેમમાં આઈ લવ યુ કહેવાની ?

બસ એને સન્માનની દ્રષ્ટિએ જોવાની જરૂર છે..


ક્યાં જરૂર છે પ્રેમમાં ટેગ લાગેલી વસ્તુઓની ?

બસ એને "હું હમેશાં તારી સાથે છું" કહેવાની જરૂર છે...


ક્યાં જરૂર છે પ્રેમમાં અહંકારની ?

બસ એને હુંફાળા સ્પર્શ સાથેનું આલિંગનની જરૂર છે...


ક્યાં જરૂર છે પ્રેમને સુંદરતાની ?

બસ એનાં માટે હૃદયની આંખો ખોલવાની જરૂર છે... 


ક્યાં જરૂર છે પ્રેમ પર સવાલોની હારમાળા કરવાની ? 

બસ એનાં પર પૂરો વિશ્વાસ રાખવાની જરૂર છે...


ક્યાં જરૂર છે પ્રેમમાં ઘરની ભવ્ય ગૂંથણીની ?

બસ એનાં માટે આંખોમાં છલોછલ લાગણીનાં સાગરની જરૂર છે... 


ક્યાં જરૂર છે પ્રેમમાં ધોધમાર વરસવાની ?

બસ એનાં માટે દિલમાં એક ખૂણાની જગ્યાં કરવાની જરૂર છે...


ક્યાં જરૂર છે પ્રેમમાં કોઈ શરત રાખવાની ? 

બસ એનાં માટે પ્રેમની ધારા બની ડૂબકી લગાવવાની જરૂર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational