STORYMIRROR

Dhara Modi

Inspirational

4  

Dhara Modi

Inspirational

સત્ય- કસોટીની જીત

સત્ય- કસોટીની જીત

1 min
540

ડગલે ને પગલે બારણે દસ્તક બની ઊભી,

એનો ઉત્તર શોધું તો બીજો તૈયાર રાખી,


હડીયાપટ્ટીમાં ક્યારેક હાંફી ગઈ,

પણ તને કસોટીનો વરસાદ કરવાની મજા આવી ગઈ,


તડકાં - છાંયડામાં ડૂમો ને ડુસકું છલકાઈ જાય છે,

તારી અપાર શ્રદ્ધાથી હિમ્મત રાખી ઊભી થઈ જાવ છું,


સત્ય હોવ તો પણ પ્રશ્નોની હારમાળા સર્જાઈ,

તારી આશમાં મૌંન થઈ જવાઈ,


આટ- આટલી મુશ્કેલીથી જીવન અંધકારમય લાગ્યું,

પણ તારી કૃપાથી કસોટીનું પરિણામ મીઠું લાગ્યું,


તું ભલે સરપ્રાઈઝ થઈને કસોટીઓ કરીશ, 

થોડો ઈશારો કરજે હું તરી ને નીકળીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational