STORYMIRROR

Dhara Modi

Inspirational

3  

Dhara Modi

Inspirational

નારી છું સન્માનની અધિકારી છું

નારી છું સન્માનની અધિકારી છું

1 min
211

નારીનાં વ્યક્તિત્વને સન્માનની નજર આપી તો જો,

એ તારી પર પ્રેમની વર્ષા કરી દેશે...


નારીને પ્રેમ દ્રષ્ટિથી વાંચી તો જો,

તારાં માટે રાધા બનેની નાચી ઉઠશે...


નારીને લાગણીરૂપી શબ્દોથી સાદ પાડી તો જો,

તને ડબ્બલ થઈને પાછું વાળી જ આપશે... 


નારીને ચપટી પ્રેમ આપી તો જો,

તારાં પર લાગણીનો મહાસાગર વહાવી દેશે...


નારીનો હાથ પ્રેમથી પકડીને તો જો, 

તારી સુખ-દુ:ખની સંગિની બની જશે...


નારીને એક આલિંગન આપી તો જો,

તારાં માટે ઈશ્વર સાથે પણ એ લડી લેશે... 


નારી પર તારું સર્વસ્વ સોંપીને તો જો, 

તારાં મકાનને મંદિર બનાવી દેશે...


નારીની ઈચ્છાને થોડું આકાશ આપી તો જો,

તારો ખભેખભો મિલાવી સહાય કરશે...


નારીનો મિત્ર રૂપે સાથ આપી તો જો, 

તારી હિમ્મત બની સહાય માટે ખડાં પગે ઊભી રહેશે... 


નારીનાં સપનાંને જાણી તો જો, 

તારાં સપનાંને પણ એ તેનાં કરી લેશે..


નારીની વાતને ધ્યાનથી સાંભળી તો જો,

તારાં ગુસ્સોને પણ એ મધ સમજી ઓગાળી લેશે..


નારીની બાહુબલી કરતાં પણ વધારે શક્તિ જાણી તો જો,

તારાં દર્દમાં એ પોતાની હૂંફ આપી દેશે...


નારીની કૂખેથી જ આ દુનિયામાં જન્મ લીધો છે..., 

તો નારીને માન-સન્માન આપવાનું કેમ યાદ કરાવવું પડે છે....!!?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational