રંગબેરંગી વર્ષારાણી
રંગબેરંગી વર્ષારાણી
ઈશ્વરના પ્રસાદરૂપે આવનારી ... વર્ષારાણી
ઝરમર ઝરમર વરસી ઉરનો ઉમંગ વરસાવનારી ...વર્ષારાણી
કિસાનોની આતુરતાનો અંત લાવનારી...વર્ષારાણી
નાની વાદળી બની છેતરનારી...વર્ષારાણી
ચાતકની તરસને તૃપ્ત કરનારી...વર્ષારાણી
વીજળી થઈ ડરાવનારી...વર્ષારાણી
મોરલાને થૈ...થૈ...નચાવનારી...વર્ષારાણી
ધરબાયેલી યાદોનાં વમળમાં પહોંચાડનારી...વર્ષારાણી
કોયલનાં ટહુકાંને સાંભળનારી...વર્ષારાણી
નાનાં ભૂલકાઓને રાજી કરનારી...વર્ષારાણી
ભીની માટીની સોડમ ફેલાવનારી ... વર્ષારાણી
ધરતીને મખમલી ચાચર ઓઢાળનારી...વર્ષારાણી
પુષ્પો ને પર્ણોને ચમકાવનારી...વર્ષારાણી
નદી,તળાવ,સાગરને છલકાવનારી...વર્ષારાણી
રંગબેરંગી મેઘધનુષ રચનારી...વર્ષારાણી
અનારાધાર વરસીને અંતરમાં સમાણી...વર્ષારાણી
