તારા વિના
તારા વિના


તારા વિના સૂનો આ સંસાર લાગે છે,
આ હદય પર જોને કેવો ભાર લાગે છે !
કેવી રીતે વિતશે મારું આ જીવન ?
ભરી દુનિયામાં જીવને નિરાધાર લાગે છે !
હજી રોજ પ્રકાશ પાથરે છે સૂરજ,
તોય જીવનમાં ઘેરો અંધકાર લાગે છે.
જે હદયમાં ટહુકા પડતા હતા રોજ તારા,
ત્યાં વ્યાપી ગયો અજીબ સૂનકાર લાગે છે.
અટકી ગયું છે જીવન સંગ વિતાવેલા સમયમાં,
એમાં જ હવે જીવનનો સાર લાગે છે.
જે ખાલીપો ભરાઈ ગયો છે મારા જીવનમાં,
એને એકમાત્ર તારી યાદનોજ આધાર લાગે છે.