જરૂરી છે
જરૂરી છે
સતત ભલે ન હો, થોડો સમય જરૂરી છે,
પ્રણયની વાતો સમજવા પ્રણય જરૂરી છે,
નજર મળે ન મળે ત્યાં ઢળી જતી પાંપણ,
તમારી આંખોનો આવો વિનય જરૂરી છે ?
હું એવું કહેતો નથી ખળભળી ઉઠો, પણ હા,
જો ફેંકુ શબ્દનો પથ્થર, વલય જરૂરી છે,
ખુદા મને તેં હદય કેવું આપ્યું, કે એને,
ધબકતું રાખવા બીજું હદય જરૂરી છે,
ચલો હું કહી ન શક્યો તો તમે જ કહી દો ને,
શું બંને બાજુએ સરખો જ ભય જરૂરી છે ?