STORYMIRROR

Nisha Shah

Inspirational

4  

Nisha Shah

Inspirational

સમયચક્ર

સમયચક્ર

1 min
233

રાત પછી દિન, દિન પછી રાત

સમયચક્રનાં નિયમની આ વાત !

માનવી કોઈ ફેરવી ના શકે એને

ભલે ફેરવે વેગથી કે ધીરેથી કાંટા !


માનવ પકડી રાખે ઘડિયાળનાં કાંટા

ને સમજે સમયને પકડ્યો એણે પણ

સમય અવિરત ફરતો રહે ફેરવે એ માનવીને

કોઈ કાળે કોઈ ન ફેરવી શકે આ સમયચક્ર !


સમય ચક્રની વાત જ નિરાલી

અડઘી દુનિયામાં નિશાનું રાજ

અડધી પૃથ્વી પર ઉષાનું રાજ

ચાંદોસૂરજ સૌ ફરે સમયચક્રની સાથ !


ઉજાસ થતા પંખીઓ ઊડે નભમાં

અંધકારે તારલા ટમટમે આકાશે

વૃક્ષ પુષ્પો ખીલે કરમાય સમય સાથે

માનવી લાચાર, સમયચક્રનું છે સ્વરાજ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational