સમય
સમય
સમયને ક્યાં છે સમય રે થોભવાનો
અલિપ્ત જ; યાત્રી બની સરતો જવાનો
ખીલતું મુરઝાતું; જગ આ ઋતુ સહારે
હિસાબ નિયતિનો પલે કરતો જવાનો,
કદી તારો ને કદી મારો રટું જ્યાં
વાત તારી અંકિત જ, ધરતો જવાનો
બંધન તને ના કોઈ આદિ- અનાદિ
વિલયની વણઝારો જ ભરતો જવાનો,
કૂખમાં એંધાણ અગમોનાં ઊગાડી
અનંત દર્શની મસ્ત સરતો જવાનો
વાગતી શરણાઈ રૂઠતી રામજીની
વિના પૂનમ; સુનામી ભરતો જવાનો,
સમય છે તું; એટલે જ સો સો સલામો !
છે જ બાજીગર મહા રમતો જવાનો.
