STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

સમંદર મૃગજળનો

સમંદર મૃગજળનો

1 min
7.2K


આ વાદળો ઘેરાયા આકાશમાં ને આંખોથી તો હું વરસ્યો છું,

સમંદર ખુદ મૃગજળનો થઈને અંતે તો બસ તરસ્યો જ છું,


વેર વિખેર વ્યથાઓને હૃદય ના ખૂણે ભેગી કરી લીધી તો,

શબ્દોમાં ઘૂંટાઈ ઘૂંટાઈને હવે પ્રેમ પંક્તિઓમાં ગૂંથાયો છું,


અફસોસ દુન્યવી દુશ્મનોનાં દગાનો લગીરે નથી મુજને,

પણ સ્વજનોના સહવાસથી ખૂબ જ સારી રીતે ઘવાયો છું,


આ ધરા-આકાશનાં મિલનમાં ફૂટી'તી એક ખુશીની અટકળ,

હર વખત મંઝીલની ક્ષિતિજે જઈ બસ આમજ છેતરાયો છું,


જિંદગીની આ ચોપાટમાં ધર્મરાજ યુધિષ્ઠિરની માફક જ,

જીતની લાલચમાં હું ખુદને દ્રૌપદી બનાવીને પસ્તાયો છું,


દીપક તો પ્રગટાવી દીધા આ વહેતી હવાઓના ભરોસે ને,

એ જ હવાઓ હવે ગતિમાન થઇ તો હું જ હવે મૂંઝાયો છું,


"પરમ" લાગણીઓના ચક્રવ્યૂહમાં અભિમન્યુની જેમ જ,

"પાગલ" મુક્તિની અભિલાષાની આંધીઓમાં અટવાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama