STORYMIRROR

Darshana Hitesh jariwala

Drama Tragedy Others

3  

Darshana Hitesh jariwala

Drama Tragedy Others

સમજણ

સમજણ

1 min
37

હું મારી એકલતાને પ્રેમ કરતા શીખી ગઈ,

હા, વજુદને જાળવવા હું ખુદને ચાહતી થઈ ગઈ.. 


બોલતી દુનિયામાં ખામોશ રહેતા શીખી ગઈ,

હા, ના સમજ્યું કોઈ હું ખુદને સમજતી થઈ ગઈ..


સમજદાર દુનિયામાં હું નાસમજ બનીને રહી ગઈ,

હા, અજાણ રાહ છતાં હું મંઝિલે ચાલતી થઈ ગઈ..


શબ્દોની માયાજાળને હું બરાબર સમજતી થઈ ગઈ,

હા, પોતાનામાં પરકાંઓને હવે ઓળખતી થઈ ગઈ..


સાચું છે દર્દને સહેતા હું પથ્થર દિલ થઈ ગઈ,

હા, હૃદયના દરેક જોખમો પર જાતે મલમ મલતી થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama