સમજી શકશો અમારી વેદના?
સમજી શકશો અમારી વેદના?
હજારો વર્ષ જૂની છે અમારી આ વેદના,
કરતાં વ્યકત વહી રહી છે અશ્રુભરી વેદના.
પ્રથા એ પડદાતણી, રુંધાતી અમ સંવેદના,
રાખતી ઓઝલ ખુદને, ભરી ચહેરામાં વેદના.
ઊઠ્યાં છે પડદા વર્ષો પછી, દેખી મુખવેદના,
રુંધાયેલ છે હજી પણ નારીની સંવેદના.
અપાયો છે સમાન હક, જાણી નારી વેદના,
છતાંય દૂભાયેલ લાગણી ન બની શકી સંવેદના.
રહેતી હરદમ તૈયાર સેવાર્થે, ત્યજી સ્વની વેદના,
બની સબળા એતો, દૂર કરતી સૌની વેદના.
નથી નીકળી શકતી એકલી, કુંઠાતી અમ સંવેદના,
કરી દીધી પ્રખ્યાત, અબળા બની અમ સંવેદના.
અંતે તો હજી પણ દૂભાતી અમ સંવેદના,
કળી ન શક્યું કોઈ અમારી કેટલીય વેદના.
હજારો વર્ષ જુની છે અમારી આ વેદના,
કરતાં વ્યકત વહી રહી છે અશ્રુભરી વેદના.