STORYMIRROR

bina joshi

Abstract Romance

4  

bina joshi

Abstract Romance

સમજી જાય

સમજી જાય

1 min
254

ઈશ્વરે ભેંટ આપી અનમોલ મજાની, 

હું માંગુ નહીં એ વાતો સમજી જાય, 


પ્રેમમાં બંધાયેલો વિશ્વાસ ધબકતો, 

હું બકબક વાતો કરૂં મૌન બની જાય,


આંખે દેખાતું સપનું લાગે આ સમય, 

હું આંખ ખોલું ને હકીકત બની જાય,


જિંદગી દિનરાત નિરંતર ચાલતી રહે,

હું યાદ કરું ને આસપાસ આવી જાય,


મોરપીંછ હાથમાં લઈને બેઠી 'આકર્ષ'

હું યાદ કરૂ માધવ દોડીને આવી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract