STORYMIRROR

Desai Kd

Inspirational

3  

Desai Kd

Inspirational

સમજાવે ભલા

સમજાવે ભલા

1 min
26.2K


કારણ વિના મળવા મને દરરોજ બોલાવે ભલા,

હું જઈ શકું એવું નથી એ કોણ સમજાવે ભલા.


મરવા ન દે, રડવા ન દે ને જીવવા મુજને ન દે,

બોલો જુદાઈ કેટલું મુજને જ ગભરાવે ભલા.


હું શું કહું આ જિંદગી માટે, નથી હક એ મને,

પગભર થવા એ કિન્તુ સાચે બહુ જ દોડાવે ભલા.


શા કારણે તું નિમ્ન પ્રિયાથી ગણે ખુદને 'કિશન',

એને જ લીધે એ તને હંમેશ દબડાવે ભલા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational