સમાધિ
સમાધિ


આવ્યો કેર કાળો,
આ ઝંઝાવાતનો,
ડોલે વહાણ મારું,
તોફાની વાયરની સાથે.
વાયરાનાં કેફમાં માજા મૂકી,
સુકાન ગયું ફાટી સઢમાંથી,
લઈ કપ્તાન દૂરબીનને,
જોયાં કરે ઝંઝાવાતને.
કોઈ આરો કે ઓવારો ન રહે,
દિશા ભાન ભૂલી સફર કરે,
નથી કોઈ સાહિલ મળતાં,
મધદરિયે નથી કિનારા મળતાં.
બૂમ ઉઠી ખલાસીઓની,
બચાવો બચાવો આ ઝંઝાવાતથી,
જીવવાની જિજીવિષાઓની.
ગરજતાં અવાજોમાં વમળમાં ફસાઈ,
લીધી ટક્કર વહાણે કુદરત સામે,
સુકાન સઢનાં ફરી ગયાં,
અરમાનો તેનાં પીંખાઈ ગયાં.
કરી બંદગી છેલ્લી ખૂદાને,
આવી સુનામી મોજાએ,
આપી દીધી સમાધિ વહાણને.