STORYMIRROR

Dishu Patel

Comedy Inspirational

3  

Dishu Patel

Comedy Inspirational

સિંગલની જિંદગી

સિંગલની જિંદગી

1 min
34

સાલી આ સિંગલની જિંદગીનાં જલસા વધારે 

કોને કહ્યું કે અમે એકલા વધારે,


ગલીનાં નાકે પાનનાં ગલ્લે નામ વધારે 

કોને કહ્યું કે અમે એકલા વધારે,


કૉલેજના પાર્કિંગમાં દાસના કેન્ટીનમાં ઉધાર વધારે,

કોને કહ્યું કે અમે એકલા વધારે,


કોઈએ કહ્યું કે કોઈ મળતી નથી એટલે નખરા વધારે,

મેં કહ્યું કે આ આંખને કોઈ ગમતી નથી વધારે,


કોઈએ કહ્યું કે બેસી જા છોકરીઓ નથી વધારે,

મેં કહ્યું એને પણ ગમી જશે મારાંથી કોઈ વધારે,


આ એટ્ટીટ્યૂડ નહિ પણ શાણપણ વધારે,

કોઈ પાછળ નથી બગાડવા હવે પૈસા વધારે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy