સિક્કાનું ઊગે ઝાડ
સિક્કાનું ઊગે ઝાડ
જીવનનો સાથી, રહ્યું હવે એક, માત્ર આ ધન,
ધન કમાવવા, ઘસવું પડે માનવીને તન.
પૈસા મેળવવા, લગાવવું પડે માનવ મન,
પૈસાથી થાય જ્યાં, લાભ ત્યાં કામ ન કરે ગન.
સિક્કો વાવીએ, સારા કામમાં ઉગી નીકળે વન,
ધન રૂપી ઝાડ, થાય બાગ બગીચા ઉપવન.
પ્રેમ રૂપી પૈસા, ઉગી નીકળે છોડવો સઘન,
વાપરશું પૈસો, પ્રભુ કાર્યમાં થાય ઝાડ ગગન.
નીતિથી સિક્કા,ઉગડેલા ઝાડ રૂપી બને નોટ,
જીવનમાં ચાલ, નીતિથી તો કદી ન આવે ખોટ.
સિક્કાનો તો છોડ, ને ઝાડમાં નોટના બને પાન,
લોકોની વિશાળ, આ કલ્પનાને આપીએ સૌ માન.
