સિહરાજનો જન્મદિવસ
સિહરાજનો જન્મદિવસ
સરરરરર સરરરરર કરતો,
લો આવી ગયો જન્મદિવસ,
જંગલમાં આજે મસ્ત મધુર,
મિજબાની કરતો સિંહરાજ.
સિંહણે નોતર્યા સૌ પશુઓને,
પધારો ને અમારે ઘેર સહુ.
મોરલો મીઠો ટહુકો,
કરી નિમંત્રણ દેશે મધુર.
હાથીભાઈને થોડું ન ભાવે,
લાડુ બનશે બહુ મધુર,
તાજા ફળો તોડીને ભેટ આપતાં,
કપિરાજ ખી ખી દેખાડે દાંત.
શિયાળ લાળ પડતું જોતું,
ક્યારનું ભોજનની વાટ,
વાઘ ને ચિત્તો સેવા કરે,
વનરાજને માની મોટા ભાઈ.
વિનય વિવેક રાખીને કેવા,
ઊભા છે બહુ દૂર,
સરરરરર સરરરરર કરતો,
લો આવી ગયો જન્મદિવસ,
