STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Fantasy

શ્યામ સંગે રાસમાં રમવું છે

શ્યામ સંગે રાસમાં રમવું છે

1 min
175

મન મારૂં મલકે,

દિલ મારૂં ધડકે,

નામ મધુર સંભળાય,

શ્યામ સંગે રાસમાં રમવું છે.


તિરછી નજર તેની, વીજળી જેમ ચમકે,

ઘાયલ બનાવે મુજને, શ્યામ મિલન ઝંખે.


સતાવ છે મુજને,

દિલ મારૂં તડપે,

મન મારૂં અધીરૂં થાય,

શ્યામ સંગે રાસમાં રમવું છે.


શરદની રાત આવી, મનમાં ઉમંગ લાવી,

સોળે શણગાર સજી હું, યમુનાના તટે આવી.


લલિત ત્રિભંગી અદા,

લાગે શ્યામની પ્યારી,

તા થૈ ત્ ત્ થૈ નચાય,

શ્યામ સંગે રાસમાં રમવું છે.


ધરતી નાચે છે, ધમ ધમા ધમ ધમ,

પાયલ વાગે છે, છૂમ છન નનનન, 

પખાવજ લાગે છે, થોમ થન નનનન, 

ઝાંઝ વાગે છે, ઝનન ઝનનનન,


શ્યામની "મુરલી" મુજને,

લાગે છે બહુ મધુરી, 

રાગના આલાપ તાન થાય,

શ્યામ સંગે રાસમાં રમવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy