શ્યામ સંગ
શ્યામ સંગ
અંતરમનમાં બિરાજતા,
અનુભૂતિના અહેસાસમાં,
રંગમાં રંગતો રંગીન શ્યામ,
ભક્તિના રંગમાં કેસરીઓ રંગતો,
શ્યામ સમીપ મન મુસ્કાતું,
દલડું લીલાલહેર ગાતું,
રાસલીલાનું તેડું આવતું,
રાધા બની શ્યામ સંગ મહાલતું,
ફાગણ લાવ્યો દોલોત્સવ,
ડાળે ડાળે ખીલ્યા પુષ્પો,
પિચકારી ભરી રંગ વરસ્યો,
કાન્હા સંગ ફાગણ ખેલ્યો.

