શ્વાસ લીધા છે ઉછીના
શ્વાસ લીધા છે ઉછીના
હામનું બખ્તર પહેરી, લક્ષ્યને પામી શકો,
હોય જો શ્રદ્ધા ખરી તો સિદ્ધિને પોંખી શકો,
શ્વાસ લીધા છે ઉછીના, જાય છે એ ખૂટતા,
કાળની સમજાય ગતિ તો આજને માણી શકો,
છે નિરાશા ડાકણી ડંસે સતત થઈ નાગણી,
એ નટીને નાથશો તો, આશને આણી શકો,
નાંખશે રોડાં જમાનો, વાળવા પાછો તને,
થઈ બધિર ધપતા જવાથી, કીર્તિને તાણી શકો,
જે કપાતું કોળતું એ, ન્યાયને જાણી હવે,
જળ કમળવત જીવતાં 'શ્રી', મોક્ષને આંબી શકો.
