શું કહું હવે
શું કહું હવે
શું કહું તને હવે,
આ મોંઘવારીએ વાંધા કર્યા,
ભૂલી ગયા મીઠાં ભોજન,
શું કહું તને હવે,
આ પેટ્રોલના ભાવ આસમાને ગયા,
આવ્યા દિવસ ફરી એ બાળદગાડીનાં,
શું કહું તને હવે,
દૂધના ભાવ વધ્યાને,
દૂધ કમ પાણી જ્યાદા ચા પીતાં થયા,
શું કહું તને આ રાજનીતિનું
ભર્યા ઘર પોતાના ને
જનતા થઈ પાયમાલ,
એમના સોસણથી,
મળ્યા સાંસદસભામાં અને રાજય સભામાં,
ભોજન આંગળી ગણાય એટલા પૈસામાં,
ને થયા મોંઘા લોકશાહી જનતા માટે,
મોંઘા આ અનાજ ને શાકભાજી,
નથી અટક્યા આટલું કરી કરી ને,
કર્યા જીવન જરૂરી દવાના ભાવ મોંઘા,
ને રિક્ષાભાડા થયા 20%વધારા,
શું કહું તને હવે,
હતું આ એક બાકી તો,
આવ્યા શિક્ષણ ફીમાં વધારા,
ટેક્સ હવે લાગશે મરવા પર,
એ દિવસ દૂર નથી,
થશે મોંઘુ મરવું પણ
શું કહે હવે વધુ પ્રતિ તમને,
જાગે આ લોકશાહી જનતા,
માગે હક્ક પોતાનો,
બને કઈ વાત નવી ને,
બને ભારત ઉજ્જવળ,
આટલું કહી દીધું મે હવે
હવે ભોળી જનતા સમજોતો સારું,
નાં સમજો તો રામ રામ.
