શુભ આશિષ મહારાત
શુભ આશિષ મહારાત
શુભ આશિષ મહારાત… સ્વયં પ્રગટ ભયો, કોટિ સૂર્ય સમ તેજ સ્તંભાનિરાકાર દે પ્રતીક દર્શન, પરબ્રહ્મ શિવલિંગ સ્વરૂપા
સૃષ્ટિ પ્રારંભે ભાવ વંદના,જય ૐ શ્રી ચૈતન્ય લીલાપૂજે બ્રહ્મા વિષ્ણુ પ્રથમ, હર નાદ લિંગ પાવનરૂપા,
આદિ અનાદિ પરબ્રહ્મ જ્યોતિ અનઘ ઓમકારાભજે ત્રિલોક,પરમધામી પશુપતિ શિવ સર્જનહારાશૃંગી, ડમરુ, રણશિંગું સંગે,નંદી, ત્રિશૂળ, ધનુષ્ય ગળે ભુજંગ, કૈલાસવાસી, જટાધર જોગી, હર ગંગે ભોલે શોભે ભભૂત અંગ ધરી બીજ ચંદ્ર, નીલકંઠ મૃત્યુંજય મહાદેવ કષ્ટભંજન ઝળહળ પ્રભાતે, દિવ્ય સોનેરી મંગલ કૈલાસ દર્શન,
ઓમ જ્યોતિ સ્વરૂપા, પુનિત પંચ દર્શન શિવ પરિવાર માત ભવાની જગ કલ્યાણી દેજો શુભ આશિષ મહારાત
વંદે વિશ્વ વિશ્વેસર વામદેવ, અજર અમર મહાદેવાશશિશેખર પિનાકી કરજો મંગલ, સૂણી સ્તુતિ સહ ત્રિદેવા.
