STORYMIRROR

MILAN LAD

Drama Inspirational

3  

MILAN LAD

Drama Inspirational

શરૂઆત

શરૂઆત

1 min
641



નવા વરસનાં, પ્રથમ માસની નવી સવાર થઈ ગઈ,

કેટલીક જૂની યાદોને વાગોળાવાં તૈયાર થઈ ગઈ!


કોઇક ખુશીઓ લઈ આવ્યા, કોઇક આંસુઓ લઈ,

યાદ આવ્યાં સંબંધો ને હૃદયે હર્ષની હેલી થઈ ગઈ.


શું કામ ચાલીએ! લઈ જૂના મતભેદો અર્થ વગરનાં,

કર્યા માફ, લો! ભૂલની મનમાં જ કબૂલાત થઈ ગઈ.


ચાલો ભેગા મળી સહાયક નિવડીએ સૌ એકમેકને,

સૌ માટે નવા વરસની, સૌથી પહેલી શરત થઈ ગઈ.


નવા વરસનાં, પ્રથમ માસની નવી સવાર થઈ ગઈ,

થોડામાં ઘણું જીવીએ મિત્રતાની શરૂઆત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama