શરૂઆત
શરૂઆત
અબોલા તજીને ફરી વાત કરીએ, આપણો વાંક ભૂલી જઈએ
અધૂરી રહી તે મુલાકાત કરીએ, ખાનગી રે વાત રૂબરૂ કરીએ,
હશે ભૂલ મારી, કદી ક્યાંક તારી, રમત શતરંજ પાસા ફેંકીએ
કરી માફ દિલથી કબૂલાત કરીએ,અહમ ફગાવી સુલેહ કરીએ,
વીતી વાત વાગોળવાથી મળે શું ? ચલને ભાઈ હવે મળીએ
નવેથી હવે ચલ શરૂઆત કરીએ, જાગ્યાં સ્વપ્ન પૂરા કરીએ,
નસીબે હતાં ઝૂંટવી જે લીધાં તે, પળ પળના સરવાળા કરીએ
સુગંધી ક્ષણોની વસૂલાત કરીએ, હસીને દિવસો વસૂલ કરીએ,
રહે અંતરે દીપક ઝળહળ નિરંતર, પ્રેમની જયોત પ્રગટ કરીએ
પ્રણયથી જ ઉજળી હવે રાત કરીએ, ઉમંગમાં હરખ ભરીએ.