શ્રાદ્ધ ને શ્રદ્ધા
શ્રાદ્ધ ને શ્રદ્ધા
હોય જો શ્રાદ્ધ વિષય શ્રદ્ધાનો
પિતૃનાં મૃત્યુ પહેલાં અજમાવવાં જેવો ખરો,
માન્યતા ગમે તે હોય
જીવતાં માબાપમાં માનવું ખોટું નહીં,
પ્રેમ જો પિતૃને મર્યા પછી થાય તો
પહેલાં કરી જોવાં જેવું ખરું,
કદાચ કાગડાં બની ના પણ પાછાં આવે
ડર લાગતો હોય કે ભૂત થઈ આવશે,
તો ભૂવા બનવું જીવતે જીવતાં
કાગડાંને ખીર ખવડાવવી વાત તો સારી છે,
પર્યાવરણ જાળવવાની તો એમાં વાત છે
આમે ય બાને ક્યાં ગંદકી ગમતી હતી ?
બા બાપુજી કેવાં ચણ ખવડાવતાં પારેવાને ?
શ્રોફની શ્રેણી ને શ્રેઢી શ્રદ્ધા રાખે જો થોડી,
ઘરડાં ઘરની પાડોશમાં બાલઘર
ઘરમાં બાલ ઘર ને ઘરડાં ઘર,
શ્રાદ્ધ પક્ષ આમ તો રોજ આવે છે
ભાદરવો ભીંડાની જેમ બારે માસ ઊગે છે,
હોય જો શ્રાદ્ધ વિષય શ્રદ્ધાનો
પિતૃનાં મૃત્યુ પહેલાં અજમાવવાં જેવો ખરો.
