શકું છું
શકું છું
બેધડક હું મરી શકું છું
પ્રેમમાં બધુ કરી શકું છું,
એક મોકો તું આપી જો
જગને આખું ધરી શકું છું,
વાદ વિવાદના પૂરમાં
સામે કાંઠે તરી શકું છું,
નાતજાતોના છોને ભેદ
ચાલ સાથે હરી શકું છું,
આગના ફેંકતા ગોળા
થૈ બરફ હું ઠરી શકું છું,
સાંજ છે પ્રીત અનેરી તો
નામ એ કોતરી શકું છું.