Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Romance

4.0  

Ramesh Patel (Aakashdeep)

Romance

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ….

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ….

1 min
182


અવનિ અંબર દીસે ખુશહાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

હોળીનો રંગ લાલ

મીઠી આ છેડછાડ

શીતલ વાસંતી વાયરાના વ્હાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

કેસૂડાના આ કામણ

ઝીલે કાયાના દામન

રંગું રંગાવું કોઈના રંગમાં રે લાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

મસ્ત મસ્ત છે મંજરી

સૂણે રાધા રે બંસરી

હૈયાના સાદે કુદરતે છેડ્યા રે સાજ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

મીઠો મેળે મલકાટ

ઢોલે ધબકે રે લાડ

સ્નેહના સરવૈયે ઝૂમજો સંગાથ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

ભેરૂ ભેટતા ઠેર –ઠેર

શમશે આ વેરઝેર

રણકે ભીંના સંગીત નવોઢાને ગાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ


Rate this content
Log in

Similar gujarati poem from Romance