STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract

4  

Vrajlal Sapovadia

Abstract

શિયાળો

શિયાળો

1 min
49

સરક્યો સૂરજ દિવાળી દિપક તેજથી તપી દૂર,

ફરક્યો શિયાળો ભરવા અવકાશ વા વાયો ભૂર,


સીમમાં શિયાળ શ્વાન ગામ જન ટાઠથી થરથરે,

સમુંદર નિશા સમે ફૂંકશે ઝાકળબિંદુ તૃણ ફરફરે,


તગતગે તાપણાં ઠેરઠેર ખાતા વસાણાં પકવાન,

ફાટતા ગાલ બાલના ઓષ્ટ ને ઢંકાયાં શ્વેત વાન,


સુવર્ણ મુગટ સજી ખેતરે ધાન પહેર્યા હરા વાઘા,

વિકટ રાત લાંબી સંમોહિત ભાસે પ્રેમીઓ બાઘા,


ગાજયાં જ્ઞાની સમજી સૃષ્ટિ અટપટી રચ્યા શાસ્ત્ર,

મૃગશીર્ષ, લુબ્ધક વ્યાઘ્ર સ્વચ્છ નભ ઋક્ષ સહસ્ત્ર,


વન વગડે વસંત લોક ઋતુરાજ શોભાવે શિયાળો,

રવિ તપ્યો માઘ પૂર્ણતા બન્યો સંસાર ઓશિયાળો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract