શિયાળો
શિયાળો
લપાતો છૂપાતો શિયાળો આવ્યો,
ચોમાસાને ધકેલી શિયાળો આવ્યો,
મીઠી મીઠી ગુલાબી ઠંડી લઈને,
તંદુરસ્તી આપવા શિયાળો આવ્યો,
ચીક્કી, રેવડી ને મમરાના લાડુ,
લીલાં ચણાના ઝિંઝરા લાવ્યો,
મફલર, સ્વેટર, જાકીટ જેવા,
ગરમ ગરમ એ કપડાં લાવ્યો,
ઓટલે બેઠા શાલ ઓઢીને,
કૂણો કૂણો તડકો લાવ્યો,
સાંજ પડ્યે સૌ ઘેરો વળીને તાપે,
ગરમ ગરમ એ તાપણું લાવ્યો.
