શિયાળભાઈ ફરવા ચાલ્યાં
શિયાળભાઈ ફરવા ચાલ્યાં
શિયાળભાઈ એકલા ફરવા ચાલ્યા,
ફરતા-ફરતા વાડીએ આવ્યા,
ભૂખ લાગી છે એમને ભારી,
ખોરાક શોધે છે ઠેકડા મારી,
આમથી તેમ ફાંફા મારે છે,
ઘડીક આગળ ઘડીક પાછળ જાય છે,
એવામાં નજરે પડે છે દ્રાક્ષના વેલા,
દોડે છે એ તો થઈને ગાંડા ઘેલા,
પણ દ્રાક્ષ તો છે ખૂબ ઊંચે,
હવે કેમ કરીને પાડવી નીચે ?
ખૂબ કૂદકા મારે છે શિયાળભાઈ,
પણ દ્રાક્ષ હાથમાં નથી આવતી ભાઈ,
થાક્યા શિયાળભાઈ કૂદકા મારીને,
'દ્રાક્ષ ખાટી છે' ચાલ્યા કહીને.
