શિયાળાની સાંજ
શિયાળાની સાંજ
ગુલાબી ઠંડીની સાંજે તમારી યાદ આવી ગઈ,
જીવનની એવી સુંદર ઘડીની આજે યાદ આવી ગઈ,
ઠંડીનાં મોસમમાં હું તમારા પ્રેમમાં ખોવાઈ,
ચહેરાની રોનકમાં હાસ્યની વાતો રમાઈ ગઈ,
તારી ના કરવાની વાતોમાં હું રિસાઈ,
તો પણ તારા એક બોલમાં હું શરમાઈ,
મારા દિલમાં તો બસ તારી જ યાદો સમાઈ,
બસ એક તારા જ સાથ સાથે જિંદગી જીવાઈ.

