શિયાળાની ઋતુ
શિયાળાની ઋતુ
આવી આવી શિયાળાની ઠંડી
ગુલાબી ગાલમાં લાલી છવાઈ
મારા મનમાં તું એક જ સમાઈ
જેમ હાસ્યમાં વાતો રમાઈ
તું મારી જ વાતોમાં ખોવાઈ
જાણે મારી સાથે જ રિસાઈ
તું મારા બોલથી શરમાઈ
જાણે મને ભૂલથી ભરમાઈ
તારા અહેસાસની ભૂલ્યો
જાણે શિયાળામાં જ ખીલ્યો
તારો આ વાત વાતનો સાથ
રહેશે મારા બંધનના હાથ હાથ
