શિક્ષણ છે જરૂરી
શિક્ષણ છે જરૂરી
ભણો અને ભણાવો,
શિક્ષણ છે જરૂરી..
આપે અખૂટ વિદ્યા,
માન-સન્માન અને રક્ષા..
આપે અજ્ઞાનીને જ્ઞાન,
બુદ્ધિહીનને બુદ્ધિ..
શિક્ષણ થકી જ બની શકીએ,
નેતા શિક્ષક કે વૈજ્ઞાનિક..
મળે છે હકો અને ફરજોનું જ્ઞાન,
તેમજ સર્વોચ્ચ સન્માન..
કરે દૂર વહેમ અંધશ્રદ્ધા,
અવગુણોને અજ્ઞાનતા..
જે પ્રાપ્ત કરશે શિક્ષણ,
થશે તેનું જીવન ઉજળું..
ભણો અને ભણાવો,
શિક્ષણ છે જરૂરી.
