STORYMIRROR

'Sagar' Ramolia

Children

4  

'Sagar' Ramolia

Children

શિક્ષક (બાળગીત)

શિક્ષક (બાળગીત)

1 min
570

(રાગ : પશ્ચિમમાં ગુજરાત છે, પૂર્વમાં બંગાળ છે)

હાથમાં પુસ્તક છે, મગજમાં એના જ્ઞાન છે, (ર)

નવું નવું શીખવું એ તો શિક્ષકની શાન છે. (ર)


કદી’ કદી’ વહાવે એ વાર્તાઓની સરવાણી, (ર)

કદી’ ગીત-જોડકણાં ગાય બાળકોનાં મન જાણી. (ર)

કોઈપણ રીતે જ્ઞાન આપવામાં એનું ધ્યાન છે, (ર)

                               

ભાષા શીખવે, ગણિત શીખવે, શીખવે સમાજશાસ્ત્ર, (ર)

અવનવી યુક્તિઓ કરવી, એ જ તો એનું બ્રહ્માસ્ત્ર. (ર)

નબળું ન રહી જાય કોઈ, એ જ તો એનું ગાન છે, (ર)

                               

ઊંચ-નીચનો ભેદ ન રાખે, સર્વેને શીખવે સમાન, (ર)

દરેકનો પ્રશ્ન સાંભળવા રાખે છે એ સરવા કાન. (ર)

ગુરુનું પદ શોભાવી જગમાં એ મહાન છે, (ર)


Rate this content
Log in

Similar gujarati poem from Children