સહેવાતું નહીં
સહેવાતું નહીં

1 min

133
રહેવાતું નહીં, હવે સહેવાતું નહીં,
બસ કરો કે હવે કાંઈ ખમાતુ નહીં,
મૌન સાથે થાય છે સહવાસ મારો,
કે શબ્દોથી હવે કાંઈ લખાતું નહીં,
શું કહેવું, શું ન કહેવું, અહીં સહુંને,
દર્દ મારું હવે કોઈ ને સમજાતું નહીં,
એવી અદાથી તમે જુદા થયાં છો,
કે તમારાંથી હવે પાછું વળાતું નહીં,
આવો તમે તો ખ્યાલ આપું મારો,
અલગ રહીને હવે કેમ જીવાતું નહીં.