શબ્દોની માયાજાળ
શબ્દોની માયાજાળ
અટક્યો છુ શબ્દોની માયાજાળમાં,
અર્થ કરવામાં મૂંઝાયો છુ,
શબ્દોને સમજવાની કોશિશ કરીને,
કલમથી કંડારવાનું વિચારૂં છુ.
સાહિત્યનો નવો નિશાળીયો છુ,
શબ્દોની બારાક્ષરી ઘુંટુ છુ,
વ્યાકરણ-અલંકારોનો મેળ કરીને,
કલયથી કંડારવાનું વિચારૂં છુ.
સાહિત્યના આ ઉંડા સાગરમાં,
શબ્દોના મોતીઓ વિણું છુ,
સાગરના પાણીની શાહી બનાવીને,
કલમથી કંડારવાનું વિચારૂં છુ.
શબ્દોના માતીઓને ચમકાવીને,
મધુર બંદિશોને સજાવું છુ,
હ્રદય ભિતરના ભાવોને "મુરલી"
કલમથી કંડારવાનું વિચારૂં છુ.
