શબ્દો થકી જીવન
શબ્દો થકી જીવન


મારી કલમની સહી કોરો કાગળ જોઈ ઉભરાય છે,
ને ત્યાંં જ એક નવી ગઝલ લખાય છે.
ને શબ્દોના સાગર ક્યાં ક્યારેય છલકાય છે,
જ્યાં જુવો ત્યાં મળી જાય છે.
ને ક્યારેક શબ્દો પણ થાકી જાય છે,
ક્યારેક સૌર તો ક્યારેક મૌન રહી જાય છે.
આ શબ્દો દ્વારા ક્યાંક સુુુખ છલકાય છે,
ને શબ્દો દ્વારા જ ક્યાંક વેર ઉભરાય છે.
આ શબ્દોને જરા સમજીને વાપરો,
શબ્દો દ્વારા જ અહીં માણસ સર્જાય છે.