શબ્દ
શબ્દ
નિરાશ્રિતોનો ઉતારો શબ્દ,
કદી બાળતો તિખારો શબ્દ,
ઊંડા ઉતરતાં પામો પાર,
કદી નથી આ કિનારો શબ્દ,
નિરાશાનાં ઘેરાય વાદળો,
ત્યારે આપે સધિયારો શબ્દ,
દુશ્મનદળ કરે હુમલો,
ત્યાં ઊઠતા લલકારો શબ્દ,
પાનખરે પણ ખુશી ટાણે,
માંહ્યે ઊઠતી બહારો શબ્દ,
‘સાગર’ વધુ ગરમ થતાં,
સાવ બની જાય ખારો શબ્દ.
