STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

શબ્દ થઈ મારે ઊગવું છે વ્હાલે

શબ્દ થઈ મારે ઊગવું છે વ્હાલે

1 min
175

શબ્દ થઈ મારે ઊગવું છે વ્હાલે

પણ લાગણીની ભીંનાશ ના ભાળી

આ કાગળ રહી કોરા ! નિસાસા નાંખે 

પિંજર મહીં પુરાણી જ મેના રાણી,


આવ્યા જ સંદેશા ભીતરે ઘૂઘવતા

ચઢ્યું જ તોફાને કોક ભૂલી ભાન

રેલાયું હૈયું, ભીંજ્યા કિનારા સૂકા

ને ચીતરાઈ આ રેત ભોળી ભાત,


ખંખેર્યા રે વાટે અબોલા મીઠા

વાવ્યા અમે દાણા સ્નેહના ચોપાસ

ટહુકતી વસંત, રમે વાયરે રૂમઝૂમ

લખ્યા રે ખત ભરી શબ્દમાં સુવાસ

... ને વ્હાલે ઊભરાયા આકાશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance