શાથી કહો ?
શાથી કહો ?
ભીતરી આકાશમાં ઘટના ઘટી,
ઓરતા શરમાય છે શાથી કહો ?
ઝલક એવી જ્યારથી પામી તમારી,
શક્યતા ઠેલાય છે શાથી કહો ?
ઊછળે અવઢવ અષાઢી મન મહીં,
ઝંખના ફેલાય છે શાથી કહો ?
ઊમટે ઈચ્છા અનાડી, બેફિકર,
અભરખા પરખાય છે શાથી કહો ?
એ અકોણી આરજૂનું શું કરું ?
ઝૂમવું કે ઝૂરવું શાથી કહો ?

