STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

શાંતિ મંત્ર – મિચ્છામી દુક્કડમ

શાંતિ મંત્ર – મિચ્છામી દુક્કડમ

1 min
552

પર્યુષણ પર્વના છેલ્લા દિવસ સવંત્સરીનો આ પવિત્ર સંસ્કાર છે

મિચ્છામી દુક્કડમ દુષ્કૃત્યોને મિથ્યા કરવાનો વિરાટ વહેવાર છે,


સાચું કહ્યું છે કે પશ્ચાતાપનું ઝરણું ઉતર્યું છે સ્વર્ગથી

મિચ્છામી દુક્કડમની ડૂબકી, હળવો થવા માટે અલૌકિક આધાર છે,


મનુષ્યની જિંદગીમાં, અતિક્રમણ થવાની બાબત છે સર્વ સામાન્ય

પ્રતિક્રમણ - મિચ્છામી દુક્કડમ, અતિક્રમણના ભયથી કરે ખબરદાર છે,


ઉપરછલ્લું મિચ્છામી દુક્કડમ – સમજણ વગરનું પ્રતિક્રમણ છે નિરર્થક

અંતકરણથી માફી – ક્ષમાપના બની રહે સાચા વીરનો શણગાર છે,


મતભેદ, મનભેદ કે નિજ ઝગડાને નથી લઈ જવાનું સવંત્સરીની રેખાને પાર

મિચ્છામી દુક્કડમ તો અતિક્રમણને મર્યાદામાં બાંધતી, લક્ષ્મણ રેખા જેવી તકેદાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract