શાંત ઝરુખે
શાંત ઝરુખે
શાંત ઝરુખે શિતલ પવન
મંદ મંદ લહેરાય.............
એના સૂરે મનડું મારુ
લહેર લહેર લહેરાય..............
ભીની ભીની ખુશ્બુ સાથે મનડુ
મારુ હરખાય. ...............
શાંત ઝરુખે...........
જીવન સાથે હસતા હસતા
દિવસ રાત જાય. ..........
દિવસના ઝાંખા પ્રકાશમાં
મનડુ મારુ મૂંઝાય........
શાંત ઝરુખે. ..............
રાતના અંધકારમાં
નિંદર ઝોલા ખાય.......
સપનું મારુ આવે આવે ને
ઊડી ઊડી જાય. ......
શાંત ઝરુખે.....