STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

શાણપણ

શાણપણ

1 min
392

આનંદ થાય છે વાત એ જણાવીને, 

અભણ રહ્યા બીજા ને ભણાવીને,


મળ્યું સુખ માત્ર ઝાંઝવા સમું સાવ,

શું બન્યા તમે બીજા ને બનાવીને ?


શાણપણ પર એમના હસુ છું હજી,

જે ગયા છે હમણાં મને સમજાવીને ?


સવાલ ના જવાબમાંય સવાલ છે,

જોતા રહ્યા પાલવ દાંતમાં દબાવીને,


કઠિન છે આત્માના અવાજને ડામવો,

હું રડ્યો છું કેટલીય સભા ગજાવીને,


જુના પુસ્તકમાંથી જે મોરપીંછ મળે,

મળ્યા જોને એમ એ સામે આવીને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance