શાળાનો સોનેરી સમય
શાળાનો સોનેરી સમય
શાળાની ઘંટડી વાગી રે શાળાનાં બાળકો
ચાલો ને શાળાએ જઈએ રે શાળા બાળકો,
સવારનો સૂરજ ઊગ્યો રે શાળાનાં બાળકો.
કસરત કરવા જઈએ રે શાળાનાં બાળકો,
ભગવાનને યાદ કરવાનો સમય થયો રે શાળાનાં બાળકો.
પ્રાર્થના કરવા જઈએ રે શાળાનાં બાળકો,
ભણવાનો સમય થયો રે શાળાનાં બાળકો
પાટી ને પેન લઈએ રે શાળાનાં બાળકો,
બપોરનો સમય થયો રે શાળાનાં બાળકો
મધ્યાહન ભોજન જમીએ રે શાળાનાં બાળકો,
રમવાનો સમય થયો રે શાળાનાં બાળકો
મેદાને મસ્તી કરીએ રે શાળાનાં બાળકો,
છૂટવાનો સમય થયો રે શાળાનાં બાળકો
હળીમળીને ઘેર જઈએ રે શાળાનાં બાળકો.
