Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Drama Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Fantasy

શાકભાજીનો ઝગડો

શાકભાજીનો ઝગડો

2 mins
222


એક દિવસ બધા શાક વચ્ચે,

હુસાતુસી થઈ ગઈ,


ભીંડા ભાઈ ભારે અભિમાની,

ગરવા ગુવાર ને ધક્કો મારી કહેવા લાગ્યા ખસ,


હું મજાનો કેવો પાતળો અને દેખાવડો,

પાતળી મારી કમર, લીલોછમ મારો કલર,


તું તો સાવ વાકડો, નહિ તારા દેખાવનાં કોઈ ઠેકાણા,

ગુવાર ભાઈ તો ગુસ્સે થયા,પણ જેવા સાથે તેવા થવામાં મજા નહિ,

સમસમીને બેઠા રહ્યા,


ભીંડા ભાઈ તો ભારે અભિમાની,

ચોળી બેન સાથે બાખડયા,

તું તો સાવ કેવી દુબળી પાતળી,

લાગે તું તો સાવ સુકલકડી,

ચોળી બેન તો શાણા,

ચૂપચાપ સમયની રાહ જોતા રહ્યા,


ભીંડા ભાઈએ ભારે કરી,

રીંગણાં ને કરી એને સળી,

તું તો સાવ કાળી,

ખબર નહિ તોય તું બટેટાની રાણી,

તને ખાવા માટે સૌના મોમાં આવે પાણી,


રીંગણ તો મો મલકાવીને ચાલ્યું,

ભીંડા ભાઈએ ભારે કરી,

સરગવો સાથે દુશ્મની વહોરી,

તું તો સાવ દૂબળો પાતળો

તારો દેખાવ સાવ બેકાર,

સરગવો એ આપી દીધો મીઠો જવાબ,

ના મારા દેખાવ પર જા,

પણ જો હું કેવો કિંમતી,

મારામાં અનેક પોષક તત્વો છે સમાયેલા,

પોષક તત્વોનો હું ખજાનો,


ભીંડા ભાઈએ ભારે કરી,

મૂળા સાથે દુશ્મની વહોરી,

બોલ્યા વાંકા બોલ,

તું તો તીખો તમ તમતો,

ભલે ને હોય તું રંગે રૂડો,

મૂળા ભાઈ બોલ્યા,

અથાણામાં છે મારું સ્થાન,

પૌષ્ટિક તત્વો આપવાનું મારું કામ,


ભીંડા ભાઈએ ભારે કરી,

ડુંગળી સાથે દુશ્મની વહોરી,

મેણા માર્યા ખૂબ,

તું તો સાવ માય કાંગલી,

તારામાં છોતરા અનેક,

તું તો બધાને રડાવે,

ડુંગળી બેન બોલ્યા, ભલે ને હું બધાને રડાવું,

પણ તોયે હોંશે હોંશે લોકો મને ખાય,

ગરીબની તો હું કસ્તુરી કહેવાઉં,


ભીંડા ભાઈને ભારે અભિમાન,

બધા શાકભાજી સાથે બાખડયા,

પોતેજ કંઈક છે એવું સમજ્યા,


વાત પહોંચી બટેટા રાજા પાસે,

સહુએ કરી ભીંડાની ફરિયાદ,

બટેટા રાજા એ બોલાવી સભા,

આપ્યું આમંત્રણ સૌને,

સૌ પોતાની ફરિયાદ રજૂ કરે,

ભીંડા ભાઈને ફરિયાદીનાં કઠેરામાં રાખ્યા ઊભા,

પૂછ્યા અનેક સવાલ,

સમજાવી દરેક વાત,

પણ અહંકારી ભીંડા ભાઈએ ના માની કોઈની વાત,

જાણે પોતાને સમજે અલગ જાત,


બટેટા રાજાએ સૌને સંપીને રહેવા આપી શિખામણ,

સૌ શાકભાજી સંપી ઊંધિયું બની ગયા,

સૌ પોતાનો સ્વાદ એકબીજાને આપતા ગયા,

એકમેકમાં ભળતાં રહ્યા,

એકમેકમાં ઓગળતા રહ્યા,

એક જ ધરતીના સૌ છોરું એમ સમજી,

એક બીજાને સહકાર આપતા રહ્યા,


પણ ભીંડા ભાઈએ ના મૂક્યો વટ,

એટલે જ બની રહ્યા નપાવટ,

ના ભળ્યા ઊંધિયામાં,

ના કોઈ શાકભાજી સાથે,

નેતાગીરી હોય તો બટેટા રાજા જેવી,

સૌને બનાવ્યા એક,

સૌને બનાવ્યા નેક,

આપી માનવીને શિખામણ અનેક,

સંપ અને એકતાના ફાયદા છે અનેક.


Rate this content
Log in

Similar gujarati poem from Drama